Tuesday, April 1, 2014

Teach a Good thingsto Child By this one

‘‘મુંબઈની ઉત્તર તરફ આવેલા કાઠિયાવાડના એક રજવાડાનું નામ પોરબંદર છે. ત્યાં એ જ નામનું એક બંદર છે, જે તે રજવાડાની રાજધાની છે. વરસો પહેલાં, તારા દાદા આજે તું છે તે કરતાં પણ નાના હતા ત્યારે પોરબંદરમાં એક કરમચંદ ગાંધી રહેતા હતા. તે ન્યાતે વાણિયા હતા પણ તેમના કુટુંબના લોકો સારું ભણેલાગણેલા હતા. એ ઘરાણામાં ત્રણ પેઢીથી બાપની પછી તેનો દીકરો કાઠિયાવાડના રજવાડામાં દીવાન થતો આવ્યો હતો.
‘‘કરમચંદ બહુ સાચા, બહાદુર અને ગાનશૂર હતા. લોકોમાં તેમની મોટી આબરૂ હતી અને તેમની વાતને લોકો પથ્થર પર દોરેલી રેખ ગણતા. તેમનો સ્વભાવ સહેજ તીખો હતો અને તેથી લોકોમાં તેમનો ખૂબ રુઆબ પડતો. તેઓ કાઠિયાવાડના રાજામહારાજાઓના ઝઘડા પતાવી આપવાનું કામ કરતાં. હંમેશાં સાચું બોલતાં તેથી અને સાચી વાત સંભળાવી દેતા એટલે લોકો તેમના તરફ માનની નજરે જોતા.
‘‘કેટલાંક વર્ષો સુધી કરમચંદ પોરબંદર રહ્યા. પછી ત્યાં ન ફાવવાથી રાજકોટ ગયા. રાજકોટ પણ કાઠિયાવાડનું એક રજવાડું છે. બળદગાડીમાં પોરબંદરથી રાજકોટ જતાં પાંચ દહાડા થતા. રાજકોટના રાજાને ઠાકોરસાહેબ કહેવામાં આવે છે. તે કરમચંદને ઘણું માન આપતા. બહુ થોડાં વરસમાં તેમણે કરમચંદને રાજકોટના દીવાન બનાવ્યા.
‘‘એક બાબતમાં કરમચંદનું નસીબ ખોટું હતું. તે ત્રણ વાર પરણ્યા પણ ઇશ્વરે તેમની ત્રણે પત્નીઓને એક પછી એક બોલાવી લીધી. ચાળીસ વર્ષે તેમણે પૂતળીબાઈ સાથે ચોથું લગ્ન કર્યું. તેનાથી તેમને એક દીકરી અને ત્રણ દીકરા થયા.
‘‘કરમચંદ અને પૂતળીબાઈ બંને પોતાનો ધર્મ પાળવામાં પાકાં અને ભલાં હતાં. બંને દરરોજ મંદિરે જતાં અને દેવનું દર્શન કરી તેને ફૂલ ચડાવતાં. કરમચંદ કરતાં પણ પૂતળીબાઈ ધર્મ પાળવામાં બહુ નિયમિત હતાં. એક દિવસ એવો ન હોય જ્યારે તે મંદિરે ન ગયાં હોય. વારતહેવારે વ્રત રાખતાં અને માંદાં પડે તોપણ વ્રત પૂરાં કરતાં. તેઓ જાતજાતનાં વ્રત કરતાં; જેમ કે એક વખત તેમણે ચોમાસામાં સૂર્યનારાણનાં દર્શન કર્યા વગર ભોજન ન કરવાનું વ્રત લીધું હતું. હરિ, તું જાણે છે કે ચોમાસાના દિવસોમાં સૂરજ દહાડાના દહાડા વાદળાંમાં સતાઈ રહે છે. એવા દિવસોએ તેઓ કામમાં હોય ત્યારે છોકરાં આંગણામાં આકાશ સામે નજર માંડીને ઊભાં રહેતાં અને સૂરજ દેખાય ને માને બોલાવી સૂરજ બતાવીએ તેની વાટ જોયા કરતાં. સૂરજ નજરે પડતાંવેંત દોડીને માને ખબર આપતાં. પણ મા આવે આવે ત્યાં તો સંતાકૂકડી રમતો સૂરજ પાછો વાદળામાં સંતાઈ જાય ! તેઓ બારણામાં આવતાં સૂરજનાં દર્શન ન થતાં, ‘કંઈ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોયએમ કહી પાછાં ઘરમાં કામે વળગી જતાં. પૂતળીબાઈ ધર્મચુસ્ત હતાં પણ સાથે વહેવારકુશળ પણ તેવાં જ હતાં. રાજકોટના મહેલની બધી રાણીઓ તેમને માનની નજરથી જોતી અને રાજમાતા તો કોઈ પણ કામ તેમને પૂછ્યા વગર કરતાં નહીં.
‘‘પૂતળીબાઈનાં ચાર બાળકોમાં સૌથી મોટા અને નાના વચ્ચે છ વરસનો ગાળો હતો. સૌથી નાનાનો જન્મ આજથી પંચાણુએક વરસ પર ૧૮૬૯ની સાલમાં થયો હતો.   બાળક બહુ દેખાવડો નહોતો પણ કોણ જાણે કેમ કરમચંદ, પૂતળીબાઈ અને બીજાં ભાઈબહેન તેને જોઈને ખૂબ રાજી થતાં. બધાં ભાઈબહેન વારંવાર તેને જોવા આવે અને નાનો આંખો ઉઘાડી, મોંમા પગનો અંગૂઠો નાખી સૌની સામે ટગર ટગર જોયા કરે.
‘‘એક સારો દહાડો જોઈ પિતાએ નાનાનું નામ મોહનદાસ પાડ્યું, ને કાઠિયાવાડના રિવાજ પ્રમાણે પિતાનું કરમચંદ નામ અને કુટુંબની ગાંધી અટક તે નામ સાથે જોડાતાં તેનું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી થયું.
‘‘મોહનદાસ પાંચ વરસનો થયો ત્યારે તેને નિશાળે મૂકવામાં આવ્યો. નિશાળના પાઠ તો તે જેમતેમ કરીને યાદ રાખતો, પણ આંકના પાડા તેને કેમેય યાદ ન રહે ! એક બાજુથી ગોખે ને બીજી બાજુથી પાછો ભૂલી જાય !
‘‘મોહનદાસ લગભગ સાત વરસનો થયો હશે ત્યારે તેના પિતા કરમચંદને નોકરીની બાબતમાં પોરબંદર છોડવાનું ને રાજકોટ જવાનું થયું. બાળકોને જૂનું ઘર છોડતાં ખૂબ દુઃખ થયું, પણ રાજકોટ પહોંચતાં બે-ચાર દિવસમાં બધાં જૂનું ઘર ભૂલી ગયાં ને નવા ઘરમાં મોજથી રહેવા લાગ્યાં.
‘‘મોહનદાસનાં મા જૂના વિચારનાં હતાં તેથી આભડછેટને માનતાં. તે મોહનદાસને હંમેશાં કહે કે, ‘કોઈ ઢેડચમારને અડી જવાય તો તરત નાહીધોઈ કપડાં બદલી નાખવાં.મોહનદાસને ત્યાં તેમનાં ભંગીનો ઊકો નામનો છોકરો દરરોજ સફાઈ કરવા આવતો. ભૂલથી પણ મોહનદાસ તેને અડી જાય તો મા તરત મોહનદાસને નવરાવતી. મોહનદાસ નાહી લેતો ખરો પણ ઊકો આમ નીચ અને અસ્પૃશ્ય શી રીતે એ તેને સમજાતું નહીં. ધીમે ધીમે તે એવું માનવા લાગ્યો કે હું પણ કોઈ ને કોઈ રીતે અસ્પૃશ્ય બની જાઉં ને પછી તેમને બ્રાહ્મણો જેટલા જ ઊંચે લાવી બતાવું.
‘‘મોહનદાસ બધી રીતે સામાન્ય બાળકો જેવો હતો. પણ તેનામાં એક ખાસ ગુણ એવો હતો કે ગમે તે ભોગવવું પડે તોયે હંમેશાં સાચું બોલવું. એક વખત અંગ્રેજ સાહેબ મોહનદાસની નિશાળ તપાસવા આવ્યા હતા. તેમણે જોડણીની પરીક્ષા લેવા પાંચ શબ્દો લખાવ્યા. મોહનદાસે એક શબ્દની જોડણી ખોટી લખી. માસ્તરે ઇશારો કરી મોહનદાસને કહ્યું કે બાજુના છોકરાની નોટમાં જોઈ જોડણી સુધારી લે. માસ્તર ઇશારા કરી કરીને થાક્યા પણ મોહનદાસ સમજ્યો નહીં. છેવટે તેમણે પોતાના બૂટની અણી મોહનદાસના પગ પર દબાવી એટલે બાળક બિચારો ટળવળી ઊઠ્યો. પણ ભોળા ને સાચા મોહનદાસને માસ્તર તેને ચોરી કરવાનું કહે છે તે વાત ખ્યાલમાં ન આવી !’’

Mahatma Gandhi Katha Start at

હરિ સાંજે ઘેર આવ્યો ત્યારે સાંજના છ વાગવા આવ્યા હતા. તેણે જોયું કે આખું ઘર સૂમસામ છે. દરરોજ ઓટલે બેસી હુક્કો ગગડાવતા દાદાજી આજે ત્યાં નહોતા અને રસોડામાં મા પણ રસોઈમાં નહોતી. આવું સૂમસામ જોઈ હરિને ગભરામણ થવા લાગી. તેણે આમતેમ નજર નાખી માને શોધવા માંડી, તો તેને એક ખૂણામાં બેઠી બેઠી રડતી જોઈ.
આ પહેલાં હરિએ પોતાની માને કદી રડતી જોઈ નહોતી. તેને વિલાપ કરતી જોઈ હરિનું દિલ ભરાઈ આવ્યું અને તે પણ રડવા લાગ્યો. થોડો વખત રહીને તેણે રડતાં રડતાં જ પોતાની માને પૂછ્યું કે, ‘‘મા, શું થયું? રડે છે કેમ?’’ માએ અચકાતાં અચકાતાં જવાબ આપ્યો કે, ‘‘ગાંધીબાપુ... ગુજરી... ગયા.’’ એ સાંભળી હરિનું હૃદય જાણે થંભી ગયું. તે બોલ્યો, ‘‘મા, તેઓ કેવી રીતે ગુજરી ગયા? હજુ ગઈ કાલે તો હું બાપુજી સાથે તેમની પ્રાર્થનાસભામાં ગયો હતો. હું તેમને પગે પડ્યો ત્યારે તેમણે ખૂબ હેતથી મારા ગાલ પર ટપલી મારી કહ્યું હતું કે, હવે તો તોફાનમસ્તી નથી કરતો ને? મા, કાલ સુધી તો તેઓ તદ્દન સાજા હતા!’’ હરિની આ વાત સાંભળી તેની મા વધારે ને વધારે ડૂસકાં ભરીને રોવા લાગી. હરિએ પણ ડૂસકાં લેતાં ફરી પૂછ્યું, ‘‘મા..., તેઓ કેવી રીતે ગુજરી ગયા?’’
મા— ‘‘હરિ ! શું વાત કરું? તેઓ કેમ મરણ પામ્યા તે તને કેમ સમજાવું? કોઈ નીચ પાપીએ તેમને ગોળી મારીને ઠાર કર્યા.’’
હરિ— ‘‘મા ! ગાંધીજીએ તેનું શું બગાડ્યું હતું ? તેઓ તો આપણા દાદા કરતાં પણ વધારે ભલા હતા, નહીં?’’
મા— ‘‘હા બેટા ! પણ આ દુનિયા એવી જ છે. અહીં સાચું કહેનારા અને ભગવાનના ભક્ત બૂરા માણસોને ગમતા નથી. સાચી વાત હંમેશાં કડવી લાગે છે, લોકો તે સાંભળવા માગતા નથી.’’
હરિ— ‘‘મા, મને બાપુજીની બંદૂક ઉતારી આપ. આપણી પાસેથી ગાંધીબાપુને છીનવી લેનાર પાપીને હું હમણાં ને હમણાં જાનથી મારી નાખીશ,’’ હરિ જુસ્સામાં આવી જઈ બોલ્યો.
મા— ‘‘બેટા, તારી વાત બરાબર નથી. ગાંધીબાપુએ તો આપણને શીખવ્યું છે કે કોઈને મારવું એ પાપ છે. તેં ગાંધીબાપુને જોય છે, ઓખળ્યા નથી. ચાલ, હું તને તે કોણ હતા ને કેવા હતા તેની વાત કરું.
‘‘તને જાણીને અચરજ થશે હરિ ! કે નાનપણમાં તેઓ તારા જેવા જ બાળક હતા. પણ અનેક એકધારા પ્રયત્નોથી તેમણે પોતાની જાતને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી ! પ્રેમ અને સેવાના બળથી તેઓ ગૌતમ બુદ્ધની જેમ મહાત્મા બન્યા. તેઓ આ દેશના સૌથી મોટા સેવક હતા. તેમના માથા પર મુગટ નહોતો પણ અહીંના ચાળીસ કરોડ લોકોના દિલ પર તેમની આણ હતી. દેશના નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટા માણસ સુધી સા કોઈ તેમને પિતા માનતા અને સૌ તેમને ગાંધીબાપુના નામથી બોલાવતા. કારણ, ગાંધીજી લોકોના દુઃખે દુઃખી અને લોકોના સુખે સુખી થતા. ગરીબો સારુ તેમને ખૂબ લાગણી હતી. તેઓ ગરીબોની જેમ સાદાઈથી રહેતા, માત્ર ખાદીનો એક કચ્છ પહેરતાં. ઓઢવા માટે પણ તેમની પાસે ખાદીની એક જ ચાદર હતી અને ખાવામાં પણ તેઓ બકરીનું દૂધ અને બાફેલાં શાકભાજી લેતા. બેટા ! ખરેખર તેઓ મહાત્મા હતા.’’
હરિ— ‘‘મા ! બાળકો પર તેમને કેટલી બધી માયા હતી ! તેઓ ક્યારેક તેમને હસાવતા, ક્યારેક મજાની વાતો કરતા અને ક્યારેક તેમને લઈને ફરવા પણ જતા. તેઓ બાળકો સાથે હોય ત્યારે એમ લાગતું કે  તેઓ પણ જાણે બાળક જ છે ! મા, તું મને પહેલેથી ગાંધીબાપુની વાત કહે !’’
મા— ‘‘સારું, સાંભળ. જેમ જેમ મને યાદ આવતું જશે તેમ તેમ તને તેમની વાત કહેતી જઈશ. આજે રસોઈ તો કરવાની નથી - આજે કોનાથી ખવાશે ? તારા દાદા વધારે કંઈ જાણવા મળે તે સારુ પડોશમાં રેડિયો સાંભળવા ગયા છે. તેઓ આવે ત્યાં સુધી હું તને બાપુની વાતો કહું કે જેથી મારું મન પણ કંઈક હલકું થાય.’’
આમ હરિની માએ બાપુની અમર કહાણી કહેવી શરૂ કરી.

બે બોલ:ગાંધીબાપુ

બાળકોને સારુ લખવામાં આવેલી આ ચોપડીને માટે થોડા શબ્દો લખી આપવાને કુદસિયા જૈદીએ મને વરસેક પહેલાં કહ્યું હતું. મેં બહાનું કાઢેલું કે મારાથી એટલો વખત કઢાય એવું નથી અને આવી વિનંતી પૂરી કરવાનું મને દિલ પણ થતું નથી. પણ તેમણે પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો કે વચ્ચે વચ્ચે થોડો વખત કાઢી વહેલુંમોડું જરૂર કંઈ લખી આપો. આવો આગ્રહ તરછોડવાનું મારે સારુ મુશ્કેલ થતું ગયું. મેં જોયું કે તેમણે આ નાની સરખી ચોપડી સાચા દિલથી લખી છે. તેઓ એને માત્ર એક ચોપડી નથી માનતાં. વળી, તેમને મન ગાંધીજીની કહાણી એક મહત્વની તેમ જ પ્યારી ચીજ છે એ બીના પણ જણાતી છે.
આ ચોપડીનું લખાણ મારી પાસે એક વરસ પડી રહ્યું. તે જોતાં મને વારે વારે થયા કરતું કે મને એક વિનંતી કરવામાં આવેલી હોઈ તે પૂરી કરતાં મારું મન અચકાયા કરે છે. આખરે કાશ્મીરમાં આવેલી સિંધુની ખીણ જ્યાંથી શરૂ થાય છે તે સોનમર્ગ જવાનું થતાં ત્યાં મારી જોડે હું એ લખાણ લેતો ગયો. ત્યાં ઊંચા પહાડો ને બરફથી ભરેલી ખીણોની સોડમાં બેસી હું ગાંધીબાપુની કહાણી ફરી વાંચી ગયો.
આખરે એ વિષે લખતાં મને સંકોચ કેમ રહેતો હતો એ વાત મને પોતાને પણ સમજાતી નથી. એટલી મને ખબર છે કે ગાંધીજીનો ખ્યાલ આવતાંની સાથે મને મારી ખામીઓ ને ત્રુટીઓનું ખૂબ ભાન થાય છે. ગાંધીજીની બાબતમાં કંઈ પણ લખવા ધારું છું ત્યારે ધીરે ધીરે મારી ખાતરી થઈ જાય છે કે એ પડકાર ઝીલવાનું મારું ગજું નથી. અમારામાંથી જે લોકોને ગાંધીજીના વ્યક્તિત્વની છાયામાં રહેવાનું અને ઊછરવાનું સદભાગ્ય મળ્યું છે અને જેમણે વિવિધરૂપે પ્રગટ થયેલી તેમની શક્તિ તેમ જ મહત્તાનો વૈભવ જોયો છે તે પોતાને થયેલા અનુભવનું વર્ણન બીજાની આગળ કરવાને સમર્થ નથી. અમારામાંથી દરેકના દિલ પર તેમના વ્યક્તિત્વનો અલગ અલગ એવો ઘેરો પ્રભાવ પડ્યો છે કે અમારી આખી જિંદગાની તેના રંગે રંગાઈ ગઈ છે. હવે આવો પ્રભાવ કે જેને માત્ર પોતાનું દિલ સમજે છે તેનું વર્ણન કેવી રીતે કરવું? તે કંઈ બોલ લખો તે રોજેરોજના વહેવારના અને હલકા લાગ્યા કરે છે. જે વાત કહીએ તે તથ્ય વગરની અવાસ્તવિક લાગે છે અને પછી મનને બેચેની રહ્યા કરે છે કે, જે કહેવું હતું તે બરાબર કહેવાયું નહીં.
પણ એટલુંયે ખરું કે ગાંધીજીને જોવાવાળા, તેમના ચરણનો સ્પર્શ કરવાવાળા અને તેમના વ્યક્તિત્વના કોઈ ને કોઈ પાસાના જાણકાર લોકોની પેઢી આખરે ચાલી જવાની છે બલકે આપણી નજર સામે ચાલી જવા માંડી છે. ગાંધીજીની સ્મૃતિ જાગતી રાખવાને કોઈ લેખો, કોઈ પુસ્તકો અને હરેક પ્રજાના ઇતિહાસમાં ઘણું મહત્વ ધરાવનારી કહાણીઓ જેવી યાદગીરીઓ આપણી પાસે બાકી રહેશે.
આપણને છોડીને ગાંધીજીને ગયાને સાડા ચાર વરસ થઈ ગયાં. હવે તેમનું સ્થાન હિંદુસ્તાનના ઇતિહાસમાં જ નહીં, તેનાં પુરાણો ને કથાઓમાં પણ છે. હવે તેઓ માણસાઈનો રસ્તો દેખાડવાને, માણસોના દિલમાં ભલાઈનું તેજ અને માણસમાં એક નવો પ્રાણ પૂરવાને જમાને જમાને જન્મ લેતી રહેતી વ્યક્તિઓની સાથે ભળી ગયા છે.
આપણા દીકરાઓ, પોતરાઓ અને તેમનાં છોકરાઓ પણ બચપણથી તેમની કહાણી સાંભળે એ સારું છે. એમાં લડાઈની કહાણીના જેવું રસ પડે તેવું બયાન છે. અને હવે જોકે આપણાં બચ્ચાંઓના નસીબમાં ગાંધીજીને જીવતાજાગતા જોવાનું રહ્યું નથી તોપણ તેમને આ કહાણીમાંથી તેમના જીવનની વિવિધ દશાનું જ્ઞાન મળશે, ગાંધીજીનું વ્યક્તિત્વ જેનો એક અવ્વલ નંબરનો નમૂનો હતું, તે પ્રાચીન ભારતીયતાને તે બધાં ઓળખતાં થશે અને જે ગાંધીજીનો સંદેશ છે તેમ જ જે હિંદુસ્તાન પોતાના સૂફીઓ અને સંતો મારફતે પેઢીદરપેઢી પહોંચાડતું રહ્યું છે તે સંદેશને પણ સાંભળવા પામશે.
આ ચોપડી લખાઈ તેથી મને આનંદ થયો છે અને મને આશા છે કે તે પોતાનો આશય પાર પાડવામાં સફળ નીવડશે.
- જવાહરલાલ નહેરુ
નવી દિલ્હી, સપ્ટેમ્બર ૧, ૧૯૫૨

Gujarati Language / Gujarati Grammer

Gujarati Language / Gujarati Grammer

Maths / Reasoning

English For All

English Grammar 

New Stuff

Thanks to Nimesh Sathvara

IQ TEST Free

Intelligence is derived from the Sanskrit verb "budh". budh means to know. Intelligence means is the ability to understand. Woodworth said that  '' Intelligence is a way of acting ". Henmon said that "Intelligence involves two factors, the capacity for knowledge and knowledge possessed". Intelligence is contained in these four words. comprehension, invention, direction and criticism. Ryburn said that " Intelligence is the power, which enables us to slove problems and to achieve our purposes". Intelligence is the capacity for abstract thinking. D.Wechsler said that " Intelligence is the aggregate or global capacity of the individual to act purposefully, to think rationally and the to deal effectively with the Environment".

Intelligence tests are five types. (1) Individual test (2) Collective test (3) Interactive test (4) Non-Verbal test (5) Verbal test.
Buddhi Mapan (Measuring Intelligence) QUIZ click here

શાળા માટે ઉપયોગી

શાળા માટે ઉપયોગી, જરૂર છે માત્ર એક ક્લિક ની

word-ફાઈલો