Monday, April 14, 2014

રોટા વાઇરસ રસી

રોટા વાઇરસ રસી


રોટાવાઈરસ થી થતા ઝાડા અંગે
સામાન્ય રીતે શિશુને પ્રથમ વર્ષમાં ત્રણ થી ચાર વખત ઝાડા થવાની ઘટના થાય છે. ઝાડા આમ તો સામાન્ય બિમારી ગણવામાં આવે છે પણ ઝાડાથી શરીરમાં પાણી ખૂટી જવાથી ઘણા બાળકોને હોસ્પીટલમાં દાખલ કરવા પડે છે અને જેમને સમયસર સારવાર ન મળે તેમનુ મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોમાં થતા ઝાડાના કુલ કેસોમાંથી લગભગ 70 ટકા કેસ રોટા વાઈરસ નામના વાઈરસના ચેપથી થાય છે. એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં આ વાઈરસથી થતી ઝાડાની બિમારી થી વાર્ષિક 6 લાખ થી વધુ બાળકોના મૃત્યુ થાય છે.
પશ્ચિમ ના વિકસીત અને પૂર્વ ના વિકાસશીલ દેશોમાં આ બિમારી સમાન રુપથી લાગુ પડે છે. આ બિમારી વાઈરસના પાણી અથવા ખોરાક કે અશુધ્ધ હાથ બાળક્ના મોંમાં જવાથી થાય છે. આ બિમારી સામાન્યતઃ શિયાળાના મહિનાઓમાં થાય છે. બાળકોમાં આ બિમારીનુ પ્રમાણ સામાન્યતઃ ચાર માસની ઉંમરથી લઈને પાંચ વર્ષ સુધીમાં જોવા મળે છે. મોટા ભાગના કેસ છ માસથી બે વર્ષમાં જોવા મળે છે. રોગની શરુઆતમાં બાળકને હળવો તાવ અને ઉલ્ટી જોવા મળે છે. જ્યારે બીજા દિવસથી પાતળા પાણી જેવા ઝાડા જોવા મળે છે અને તાવ તથા ઉલ્ટી મટી જાય છે કે હળવા પડે છે. આ ઝાડા સામાન્યતઃ પાંચ થી સાત દિવસ સુધી ચાલે છે. આ ઝાડા માં ક્યારેય લોહી કે પરુ જોવા મળતુ નથી. ઘણી વખત ઝાડા લાંબો સમય પણ ચાલી શકે છે.આ પ્રકારના ઝાડામાં મુખ્યત્વે શરીરમાં પાણી અને ક્ષાર દ્ર્વ્યો ખૂટી જવાથી બાળકને નુકશાન થતુ જોવા મળે છે.  જેમ બાળકની ઉંમર ઓછી તેમ તેને આવુ બનવાની સંભાવના વધુ હોય છે. રોટા વાઈરસ ઝાડામાં બાળકનુ હોસ્પીટલાઈઝેશન કરવાની જરુર પણ આ બનતુ અટકાવવા જ હોય છે. જો બાળક મોં વાટે લઈ શકે તો ઓ.આર.એસ. નું દ્રાવણ આપવાથી નિર્જલન અટકાવી શકાય છે.
રોટા વાઈરસ રસી બાળકોમાં રોટા વાઈરસથી થતા ઝાડાના રોગ સામે રોગપ્રતિકારક શક્તિ પેદા કરવામાં મદદ કરે છે.
રસીનો પ્રકારજીવિત રસી
આપવાની ઉંમરદોઢ માસે પણ અન્ય રસીકરણ સાથે આપી શકાય છે . છ માસ ની ઉંમર પહેલા આપી દેવુ ખાસ જરુરી છે. આ પછી આ રસી થી ખાસ ફાયદો નથી.
કુલ ડોઝ2 (1ml/ ડોઝ)
પ્રથમ ડોઝ - દોઢ માસ
બીજો ડોઝ – પ્રથમ ડોઝ ના 4 થી 6 અઠવાડીયા બાદ
કેવી રીતે અપાય છેમોં વાટે પીવડાવવામાં આવે છે.

યાદ રાખો
ઝાડાની બિમારી બાળકોમાં અનેક પ્રકારના વાઈરસ અને બેક્ટેરીયા જવાબદાર છે. રોટા વાઈરસ ઝાડા થવાના અનેક કારણોમાં નું માત્ર એક કારણ છે આથી આ રસીકરણ પછી પણ બાળકને અન્ય કારણ થી ઝાડા થઈ શકે છે.

ધ્યાન રાખવા જેવી બાબતો
  1. આ રસી મોં વાટે પીવડાવાય છે આથી અન્ય રસીઓની સરખામણી માં તે ઘણી સુરક્ષિત ગણી શકાય છે. જોકે જો બાળક ખૂબ બીમાર હોય અથવા ઝાડા-ઉલ્ટી હોય તો રસી ડોકટરની સલાહ પછી અપાવવી.
  2. આ રસી અન્ય રસીકરણ સાથે આપી શકાય છે.
  3. રસી પીવડાવ્યા બાદ બાળકને ધવડાવી શકાય છે કે અન્ય પ્રવાહી કે દવા આપી શકાય છે. શક્ય હોય તો ગરમ પાણી કે પ્રવાહીનો ઉપયોગ અડધી કલાક ટાળવો.
  4. રસીકરણ બાદ કયારેક થોડા બાળકોને થોડા ઝાડા કે ઉલ્ટી કે હળવો તાવ આવી શકે છે.
  5. રસીકરણ બાદ જો બાળકને ખૂબ પેટ ચડી આવે – ઉલ્ટી વધી જાય કે ઝાડામાં લોહી આવે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.

રોટા વાઈરસ રસી ની અસરકારકતા

વિદેશોમાં થયેલા પરીક્ષણોના આંકડાઓ મુજબ આ રસી રોટા વાઈરસથી થતી ઝાડાની બિમારીમાં 85 % ઘટાડો લાવે છે જ્યારે આ રોગ  થતા હોસ્પીટલાઈઝેશનમાં અંદાજે 50% ઘટાડો આવે છે. ભારતમાં આ રસીના વધુ પરીક્ષણો પછી ના પરિણામો આવવાના બાકિ હોઈ હાલ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ ડોકટર દ્વારા માતા-પિતા સાથે નિષ્ણાતની વિસ્તૃત ચર્ચા બાદ નો માતા-પિતા નિર્ણય લે તો જ આપવાની ભલામણ કરે છે.

હિપેટાઇટીસ - એ

હિપેટાઇટીસ - એ


હીપેટાઈટીસ –એ નો રોગ વાઈરસથી થતો રોગ છે. આ વાઈરસ પાણી કે દુષિત હાથ કે ખોરાક દ્વારા ફેલાય છે. આ રોગનો ચેપ મોટા ભાગના બાળકોને 5 વર્ષની ઉંમર સુધીમાં થઈ જતો હોય છે પરંતુ સદભાગ્યે બાળકોમાં 85 % માં આ રોગ બહુમૂલી અસરો પેદા કરેછે અને મોટા ભાગના બાળકોને કમળાની અસર પણ થતી નથી. જ્યારે અન્યને તાવ -કમળો- પેટમાં દુઃખાવો- ઉલ્ટી ઉબકા જેવા લક્ષણૉ જોવા મળે છે પરંતુ ગંભીર પ્રકારની બિમારી બહુ જૂજ કિસ્સા માં જોવા મળે છે. જ્યારે આથી તદ્દન વિપરીત વયસ્કોમાં આ વાઈરસનો ચેપ ઘણો કષ્ટદાયક અને ઘણા કિસ્સામાં અતિ ગંભીર રુપ પણ લઈ લે છે.
રસીનો પ્રકારઅજીવ રસી
આપવાની ઉંમર અને ડોઝઅઢાર (18)માસની ઉંમર પછી
કુલ ડોઝ2 (0.5 ml / dose)
પ્રથમ ડોઝ – અઢાર માસ પછી
બીજો ડોઝ – પ્રથમ ડોઝ ના છ માસ બાદ
ક્યાં અપાય છેસાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર
કેવી રીતે અપાય છે0.5ml સ્નાયુમાં (intramuscular)
યાદ રાખો
આ રસી માત્ર પાણી દ્વારા ફેલાતા પ્રમાણ માં વધુ જોવા મળતા હીપેટાઈટીસ- એ વાઈરસ સામે જ રક્ષણ કરે છે. અન્ય હીપેટાઈટીસ વાઈરસ પ્રકાર બી- સી –ડી- ઈ  સામે નહિ. આથી તેમનાથી જો ચેપ લાગે તો આ રસી કોઈ જ રક્ષણ આપતી નથી. 

ધ્યાન રાખવા જેવી બાબત
  1. આ રસી ઘણી અસરકારક છે અને 94 થી 100 % કિસ્સામાં તે યોગ્ય રોગપ્રતિકારક શક્તિ પેદા કરી દે છે.
  2. આ રસી જો 10 વર્ષ કે તેથી મોટી વય નાને આપવામાં આવે તો તેમને બૂતકાળમાં આગળ કમળૉ થયેલો હતો કે નહિ તે જાણવુ જરુરી છે અથવા આ રોગના ચેપ અંગેનુ લોહિ પરીક્ષણ કરાવી સુનિશ્ચિત કર્યા  બાદ જો ચેપ નથી થયો તેવુ પૂરવાર થાય તોજ રસી કરણ કરવુ જોઈએ. કારણકે આ ચેપ કોઈ લક્ષણૉ પેદા કર્યા વાર પણ થઈ ચૂક્યો હોય અને કુદરતી જ રોગ પ્રતિકારક શક્તિ બાળકમાં હાજર હોય તેવુ પણ શક્ય છે.
  3. રસીકરણ ની આડ અસરો જૂજ છે અને મુખ્યત્વે હળવો તાવ કે સામાન્ય દુઃખાવો જોવા મળી શકે.
  4. ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા આ રસીની ભલામણ હાલ માત્ર માતા પિતા સાથે વિસ્તૃત ચર્ચા બાદ જો તેમને જરુર જણાય તો આવા બાળકો એ આપવા કરાઈ છે.

ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સીન (PCV 7)- ન્યુમોનિયા રસી

ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સીન (PCV 7)- ન્યુમોનિયા રસી


ન્યુમોકોકલ બેક્ટેરીયા દ્વારા બાળકોમાં સામાન્ય ઉધરસ થી લઈને મગજમાં રસી જેવા અતિ ગંભીર સંક્રમણ પણ થતા હોય છે. આ બેક્ટેરીયાની સામે અમેરીકા અને અન્ય 19 દેશોમાં ન્યુમોકોકલ કોંજયુગેટ રસીને બાળ કોમાં વપરાશની ઈ.સ. 2000થી પરવાનગી મળેલ છે. આ દેશોમાં આ રસીકરણના ઘણા ઉત્સાહવર્ધક પરિણામો મળેલા છે. હાલ ભારતમાં આ રસી અમેરીકાથી આયાત કરવામાં આવે છે.
ન્યુમોકોકલ બેક્ટેરીયાથી થતા રોગ વિશે
ન્યુમોકોકલ બેક્ટેરીયા નુ વૈજ્ઞાનિક નામ સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિ છે. આ બેક્ટેરીયા મનુષ્યોના નજીકના સંપર્કથી હવા દ્વારા પ્રમુખ રીતે ફેલાય છે. આ બેક્ટેરીયા બાળકોમાં સામાન્ય રીતે ઉધરસ – ગળાનો દુઃખાવો-કાનમાં રસી –ન્યુમોનિયા જેવા રોગ પેદા કરે છે. પરંતુ ઘણા બાળકોમાં ખાસ કરીને 2 વર્ષથી નાની વયના અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા બાળકોમાં આ બેકટેરીયા લોહીમાં ગંભીર ચેપ અને મગજમાં રસી જેવી ખૂબ જોખમી અસરો પણ પેદા કરે છે. આ ગંભીર બિમારીને લીધે ઘણી વાર બાળકને હોસ્પીટલાઈઝેશન કરવુ પડે અને લાંબાગાળે માનસિક બિમારી –ખેંચ કે કાનની બહેરાશ જેવી ખોટ રહી જવા પણ પામે છે. આ રોગ સામે અસરકારક એંટીબાયોટીક દવાઓ છે પરંતુ એક વખત બિમારી થયા બાદ તેને સારવાર આપવી અને ગંભીર અસરો તથા ખોટ રહી જતી અટકાવવી એ એક ખૂબ મોટી લડત આપવા સમાન છે જેમાં દરેક કેસમાં સંપૂર્ણ પરિણામ ન પણ મળે.
રસીનો પ્રકારઅજીવ રસી
આપવાની ઉંમર અને પત્રક
પ્રારંભિક રસીકરણ શ્રેણીમાં
દોઢ માસેઅઢી માસેસાડા ત્રણ માસેદોઢ વર્ષ
અન્ય શ્રેણી *
7-11 માસે12-23 માસે2 વર્ષ થી 5 વર્ષ સુધી
3 (ત્રણ)ડોઝ*2 (બે)ડોઝ #1(એક) ડોઝ
ક્યાં અપાય છેપગમાં સાથળના ઉપરના બાહ્ય ભાગ પર સ્નાયુમાં
કેવી રીતે અપાય છે0.5 ml - સ્નાયુમાં (intramuscular)
* પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો દોઝ એક માસ પછી અને ત્રીજો ડોઝ બાળકની ઉંમર એક વર્ષ થયા બાદ (બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે બે માઅસનુ અંતર રાખવુ )
# બે ડોઝ 2 માસના અંતરે

યાદ રાખો
  1. ન્યુમોકોક્કલ બેક્ટેરીયાની કુલ 91 પ્રજાતિમાંથી મનુષ્યમાં રોગ ફેલાવવા જવાબદાર એવી મુખ્ય 7(સાત)પ્રજાતિ સામે આ રસી(P.C.V-7) રોગપ્રતિકારક શક્તિ પેદા કરવામાં મદદરુપ છે. જ્યારે ભારતમાં ન્યુમોકોકલ રોગ માટે જવાબદાર પ્રજાતિમાંથી માત્ર 55% જ આ રસીકરણ દ્વારા આવરી લેવાઈ છે. જેથી ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા આ રસીને બે વર્ષથી નીચેના તંદુરસ્ત બાળકોમાં માતાપિતા સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ જ આપવાની ભલામણ કરાઈ છે.
  2. ન્યુમોકોકલ રોગ ની ગંભીર અસરો સામાન્યરીતે તંદુરસ્ત બાળકોમાં બે વર્ષની ઉંમર પછી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આથી એથી ઉપરંતી ઉંમરમાં આ રસીની તંદુરસ્ત બાળકોમાં ઉપયોગીતા ઘણી ઓછી છે. પરંતુ રસી દ્વારા 2થી 5 વર્ષની ઉંમરમાં થતા ન્યુમોનિયા કે કાન રસી જેવા પ્રમાણમાં ઓછા ગંભીર પ્રકારના કેસમાં કદાચ ઘટાડો થઈ શકે. આથી ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા હાલ તંદુરસ્ત બાળકોમાં આ રસી મુકાવાવની  મહત્તમ આયુ પાંચ વર્ષની સુધી અને માત્ર માતા પિતા ની વિનંતી થી મૂકવા ભલામણ કરાઈ છે.

ખાસ પ્રકારના બાળકો કે જેમને ન્યુમોકોકલ રોગ થવાની વધુ સંભાવના છે.
  1. જન્મજાત ઓછી રોગ પ્રતિકારક શક્તિ ના રોગ ગ્રસ્ત શિશુ
  2. એચ. આઈ.વી. ગ્રસ્ત
  3. કેંસર માટે કે અન્ય રોગ માટે ઈમ્યુનોસપ્રેસીવ થેરાપી પર હોય તેવા બાળકો
  4. અવયવ પ્ર્ત્યારોપણ કરાવેલા બાળકો
  5. સિકલ સેલ રોગગ્રસ્ત- બરોળની ખામી હોય તેવા બાળકો
  6. હૃદયની ખામી થી પીડાતા બાળકો
  7. કિડનીની ખામી વાળા બાળકો
  8. ડાયાબીટીસ વાળા બાળકો
  9. કોક્લીઅર ઈમ્પ્લાંટ વાળા બાળકો
આવા ખાસ બાળકોને જો આર્થિક રીતે પરવડે તો પ્રારંભિક રસીકરણ માં જ ન્યુમોકોકલ કોંજ્યુગેટ રસી (PCV 7 ) આપવી હીતાવહ છે. આવા બાળકોને પાંચ વર્ષથી મોટી વયે પણ આ રસીનો એક ડોઝ આપી શકાય છે. આવા ખાસ પ્રકારના કિસ્સામાં આ સિવાય અન્ય રસી જે આ રોગ માં વાપરી શકાય છે તે PPV 23 છે.જેની કિંમત હાલ PCV 7 થી ઓછી છે. આ રસી વિશે આપના બાલરોગ નિષ્ણાતની સાથે ચર્ચા કરી શકાય.

ધ્યાન રાખવા જેવી બાબતો

  1. આ રસી ની સામાન્ય આડ અસરો જેવીકે ઈંજેક્શનની જગ્યાએ દુઃખાવો- તાવ વિ. અન્ય રસી જેવીજ છે અને આ માટે આપ તબીબી સલાહ અનુસાર પેરાસીટામોલ યોગ્ય ડોઝ માં વાપરી શકો છો.
  2. ઘણા પશ્ચિમી દેશોના રસીકરણ કાર્યક્રમમાં આ રસી સામેલ થયેલ છે. આથી જો જ્ન્મ પછી શિશુને વિદેશ જવાનુ હોય તો આ રસીકરણ કરાવવાથી લાભ થઈ શકે છે અને ફરીથી એ ડોઝ લેવો નથી પડતો પરંતુ આ માટે બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરુરી છે.
  3. હાલ આ રસીની ભારતમાં કિંમત અન્ય રસીઓની સરખામણી એ વધુ છે આથી રસીકરણ પહેલા કિંમત અંગે ડોક્ટર સાથે ચર્ચા અવશ્ય કરી લેવી.

વૈકલ્પિક રસીઓ

વૈકલ્પિક રસીઓ

રોટા વાઇરસ રસી


રોટાવાઈરસ થી થતા ઝાડા અંગે
સામાન્ય રીતે શિશુને પ્રથમ વર્ષમાં ત્રણ થી ચાર વખત ઝાડા થવાની ઘટના થાય છે. ઝાડા આમ તો સામાન્ય બિમારી ગણવામાં આવે છે પણ ઝાડાથી શરીરમાં પાણી ખૂટી જવાથી ઘણા બાળકોને હોસ્પીટલમાં દાખલ કરવા પડે છે અને જેમને સમયસર સારવાર ન મળે તેમનુ મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોમાં થતા ઝાડાના કુલ કેસોમાંથી લગભગ 70 ટકા કેસ રોટા વાઈરસ નામના વાઈરસના ચેપથી થાય છે. એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં આ વાઈરસથી થતી ઝાડાની બિમારી થી વાર્ષિક 6 લાખ થી વધુ બાળકોના મૃત્યુ થાય છે.
 

ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સીન (PCV 7)- ન્યુમોનિયા રસી


ન્યુમોકોકલ બેક્ટેરીયા દ્વારા બાળકોમાં સામાન્ય ઉધરસ થી લઈને મગજમાં રસી જેવા અતિ ગંભીર સંક્રમણ પણ થતા હોય છે. આ બેક્ટેરીયાની સામે અમેરીકા અને અન્ય 19 દેશોમાં ન્યુમોકોકલ કોંજયુગેટ રસીને બાળ કોમાં વપરાશની ઈ.સ. 2000થી પરવાનગી મળેલ છે. આ દેશોમાં આ રસીકરણના ઘણા ઉત્સાહવર્ધક પરિણામો મળેલા છે. હાલ ભારતમાં આ રસી અમેરીકાથી આયાત કરવામાં આવે છે.
 

અછબડા

ઇ-મેલ

અછબડાના રોગ સામેની રસી ઘણા સમયથી ભારતમાં અને અન્ય દેશોમાં ઉપલબ્ધ છે અને તેની અસરકારકતા પણ ઘણી સારી છે. આ રસી હાલ ભારતીય રસીકરણમાં પ્રારંભિક રસીકરણ માં સામેલ નથી પરંતુ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા આ રસી માતા-પિતાને યોગ્ય સમજ બાદ જો જરુર જણાય અને આર્થિક રીતે પરવડે તો જે-તે બાળકને આપવાનુ કહેવાયુ છે.
 

હિપેટાઇટીસ - એ


હીપેટાઈટીસ –એ નો રોગ વાઈરસથી થતો રોગ છે. આ વાઈરસ પાણી કે દુષિત હાથ કે ખોરાક દ્વારા ફેલાય છે. આ રોગનો ચેપ મોટા ભાગના બાળકોને 5 વર્ષની ઉંમર સુધીમાં થઈ જતો હોય છે પરંતુ સદભાગ્યે બાળકોમાં 85 % માં આ રોગ બહુમૂલી અસરો પેદા કરેછે અને મોટા ભાગના બાળકોને કમળાની અસર પણ થતી નથી. જ્યારે અન્યને તાવ -કમળો- પેટમાં દુઃખાવો- ઉલ્ટી ઉબકા જેવા લક્ષણૉ જોવા મળે છે પરંતુ ગંભીર પ્રકારની બિમારી બહુ જૂજ કિસ્સા માં જોવા મળે છે. જ્યારે આથી તદ્દન વિપરીત વયસ્કોમાં આ વાઈરસનો ચેપ ઘણો કષ્ટદાયક અને ઘણા કિસ્સામાં અતિ ગંભીર રુપ પણ લઈ લે છે.
 

ઇન્ફ્લુએન્ઝા


યાદ રાખો કે આ રસીથી સ્વાઈન ફ્લુ સામે કોઈજ રક્ષણ મળતુ નથી. આ રસી માત્ર સામાન્ય ફ્લુ ના રોગ સામે રક્ષણ આપે છે. હાલ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીકસ દ્વારા આ રસી માત્ર ખાસ સંજોગોમાં જેમને જરુરી છે એવા બાળકોને જ આપવા જણાવાયુ છે.

કુદરતી રોગ પ્રતિકારક શક્તિ

કુદરતી રોગ પ્રતિકારક શક્તિ 

An Image Slideshow 


રોગ સામે રક્ષણ આપવા માનવ શરીર માં એક સુંદર પ્રતિરક્ષા પ્રણાલી છે. જ્યારે પણ કોઈ રોગ પેદા કરતા  બેકટેરીયા કે વાઈરસ શરીરમાં દાખલ થાય છે ત્યારે આવા શત્રુ વિશે કોઈ સુનિયોજીત સુરક્ષા વ્યવસ્થા હોતી નથી આથી રોગના લક્ષણો દેખાય છે. આ રોગ સામે આપણા શરીરના શ્વેતકણો લડત આપી તેમને મારી નાખી રક્ષણ આપે છે.
Nnatural immunityઆ એક જટીલ પ્રક્રિયા છે જેમાં શ્વેતકણ શત્રુ બેક્ટેરીયા કે વાઈરસ સામે એક પ્રતિક્રિયા કરતુ પ્રતિદ્રવ્ય રુપી રસાયણ બનાવે છે કે જેના પ્રભાવ થી બેકટેરીયા કે વાઈરસ નાશ પામે છે. આ પ્રક્રિયા જ્યારે શરીર પ્રથમ વાર કરે છે ત્યારે તેને ઘણો સમય લાગે છે કારણ કે આ માટે કોઈ માહિતી હોતી નથી અને તેથી રોગના લક્ષણ જોવા મળે છે. આ પ્રતિદ્રવ્ય બનાવવાની પ્રક્રિયા અને તેને કયા બેક્ટેરીયા કે વાઈરસ સામે વાપરવાનુ છે તેની સંપૂર્ણ માહિતી એક ખાસ પ્રકારના શ્વેત કણ કે જેને મેમરી સેલ તરીકે ઓળખવામાં આવે છે તેમાં યાદ રાખવામાં આવે છે. હવે ભવિષ્યમાં જો એજ બેક્ટેરીયા કે વાઈરસ ફરી હુમલો કરે તો આ યાદ કરેલી માહિતીના આધારે શરીર ખૂબ જ ઓછા સમયમાં પ્રતિદ્રવ્ય બનાવી લે છે અને તેના પ્રયોગ થી બેક્ટેરીયા કે વાઈરસ નો નાશ થાય છે અને શરીરમાં રોગ થતો નથી.

આમ આ સમગ્ર પ્રક્રિયા માં શરીર રોગ ગ્રસ્ત તો જ થાય છે કે જ્યારે તેને રોગના વાઈરસ કે બેક્ટેરીયા વિશે લડવાનો અનુભવ ન હોય કે તેના વિરુધ્ધ પ્રતિદ્રવ્ય બનાવવાની શક્તિ ન હોય.

રસીકરણ વિશે ની ગેરમાન્યતાઓ

રસીકરણ વિશે ની ગેરમાન્યતાઓ 

An Image Slideshow 


રસીકરણથી બાળકને નુક્શાન થાય છે .
રસીકરણ માટે વપરાતી રસીઓ ને બાળકોમાં વપરવાની પરવાનગી મેળવતા પહેલા અનેક પરિક્ષણમાંથી પસાર થવુ પડે છે. અનેક સુરક્ષા માપ દંડો માંથી પસાર થયેલી આ રસીઓ સમાન્યતઃ બાળકો માટે સુરક્ષિત ગણી શકાય છે. પરંતુ રસી પણ આખરે એક દવા જ છે અને ક્યારેક તેની આડ અસર પણ થઈ શકે છે. જે ખૂબ જ જૂજ કિસ્સામાં બનતુ જોવા મળે છે. આ માટે દરદીના શરીરની તાસીર પણ જવાબદાર હોઈ શકે છે. આવી જૂજ આડ અસરને લઈ ને રસીઓ ને બિન સુરક્ષિત કે નુકશાન કારક ન ગણી શકાય.



પોલિયોના ટીપા પીવડાવવાથી બાળકોને વંધ્યત્વ(sterility) આવે છે.

આ એક તદ્દન અવૈજ્ઞાનિક વાત છે અને સત્ય થી તદ્દન વેગળી છે. સમગ્ર વિશ્વમાં અબજો ડોઝ પોલિયો રસીના પીવડાવવા પછી પણ આ બાબત અંગે કોઈ જ મેડીકલ પ્રમાણ જોવા મળેલુ નથી.

પોલિયોના ટીપા પીવડાવ્યા એટલે રસીકરણ પૂરુ...!

આ પણ એક ખોટી માન્યતા છે. પોલિયોના ટીપાથી માત્ર પોલિયો રોગ સામે રક્ષણ મળે છે બીજા અનેક રોગ સામે રસીકરણ વગર રોગ-પ્રતિકારકતા આવતી નથી. વારંવાર થતા પલ્સ પોલિયો અભિયાન અને તેના પ્રચારને લીધે ક્યારેક લોકો આ ગેર સમજ બાંધી લેતા જોવા મળે છે. બાળકને તંદુરસ્ત રાખવા તેને બધી રસીઓ સમયસર અપાવી જોઈએ.

એકસાથે ઘણી રસીઓ આપવાથી બાળકને નુક્શાન થાય છે.

માનવ શરીર એક સાથે ઘણી રસીઓ સ્વીકારવા અને તેને અનુરૂપ રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવાની અદભૂત શક્તિ ધરાવે છે. આથી જ્યારે કોમ્બીનેશન / સમુહ રસી આપવામાં આવે ત્યારે શરીરને માટે કોઈ જ મુશ્કેલી સર્જાતી નથી, ઉલ્ટુ આ બધી રસીઓ સાથે લાગવાથી અલગ અલગ સોય લગાવવાની પીડામાં થી શિશુને મુક્તિ મળે છે.

બી.સી.જી. ની રસી પાકે નહિ તો રોગ પ્રતિકારક શક્તિ ઉત્ત્પન્ન ન થાય ...!

બી.સી.જી. ની રસી આપ્યા બાદ લગભગ 10% થી ઓછા બાળકોને ક્યારેય રસી પાકવાની કે ડાઘ પેદા થવાની પ્રક્રિયા થતી નથી. છતા પણ  આવા મોટા ભાગના બાળકોનું વૈજ્ઞાનિક પરિક્ષણ દર્શાવે છે કે તેમનામાં રોગપ્રતિકારક શક્તિ મોજૂદ હોય છે. વળી ઘણી વાર રસીકરણ પછી ફોલ્લી ન પણ થાય કે માત્ર નાની ફોલ્લી થાય તો પણ રસીથી પેદા થનાર રોગ પ્રતિકારક શક્તિ મોટા ભાગના બાળકોમાં પેદા થઈ જતી હોય છે. જો આપને વધુ ચિંતા થતી હોય તો 3 મહિના બાદ બાળ રોગ વિશેષજ્ઞનો અભિપ્રાય લેવો. 

જેમાં બાળકને તાવ આવે તે રસી નહી સારી ...!

રસીકરણ પછી તાવ આવવો એ શરીરની પ્રતિ રક્ષા પ્રણાલીની સામાન્ય કાર્યવાહીનુ લક્ષણ છે અને 24 -48 કલાક સુધી આવુ બનવુ સામાન્ય ગણી શકાય છે. આનાથી ગભરાવાની જરુર નથી. ડી.પી.ટી. જેવી રસીમાં આ સામાન્ય રીતે જોવા મળે છે. આવા સમયે ડોક્ટરની સલાહ અનુસાર પેરાસીટામોલ દવા લઈ શકાય.

રસીકરણ શા માટે ?

રસીકરણ શા માટે ?


ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘ આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય! ’ – એટલે કે જ્યારે મુસીબત આવી પડે ત્યાર પછીના પ્રયત્નો નિરર્થક હોય છે પણ જો આગમચેતીથી આવનારી મુસીબત માટે તૈયારી કરીને રાખવામાં આવે તો તેને અટકાવી શકાય છે. બિમારી કે રોગ નુ પણ એવુજ છે. 
 

કુદરતી રોગ પ્રતિકારક શક્તિ


રોગ સામે રક્ષણ આપવા માનવ શરીર માં એક સુંદર પ્રતિરક્ષા પ્રણાલી છે. જ્યારે પણ કોઈ રોગ પેદા કરતા  બેકટેરીયા કે વાઈરસ શરીરમાં દાખલ થાય છે ત્યારે આવા શત્રુ વિશે કોઈ સુનિયોજીત સુરક્ષા વ્યવસ્થા હોતી નથી આથી રોગના લક્ષણો દેખાય છે. આ રોગ સામે આપણા શરીરના શ્વેતકણો લડત આપી તેમને મારી નાખી રક્ષણ આપે છે.
 

રસીકરણ થી રોગ પ્રતિકારક શક્તિ


બેક્ટેરીયા કે વાઈરસ ને સૌ પ્રથમ લેબોરેટરીમાં ખાસ પ્રક્રિયા દ્વારા અધમૂઆ કરી દેવાય છે કે જે પછી રોગ પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે. આવા ખાસ પ્રકારના બેકટેરીયા કે વાઈરસ રસીકરણ દ્વારા ઈંજેક્શન દ્વારા એક નિયત પ્રમાણમાં માનવ શરીરમાં દાખલ કરાય ત્યારે શરીર ની રક્ષા પ્રણાલિ તેની સામે લડીને એ રોગ માટે જરુરી અનુભવ કેળવી લે છે અને તેને યાદ કરી લે છે જેથી રોગ પ્રતિકારક શક્તિ જન્મે છે.
 

રસીકરણ વિશે ની ગેરમાન્યતાઓ


રસીકરણથી બાળકને નુક્શાન થાય છે .
રસીકરણ માટે વપરાતી રસીઓ ને બાળકોમાં વપરવાની પરવાનગી મેળવતા પહેલા અનેક પરિક્ષણમાંથી પસાર થવુ પડે છે. અનેક સુરક્ષા માપ દંડો માંથી પસાર થયેલી આ રસીઓ સમાન્યતઃ બાળકો માટે સુરક્ષિત ગણી શકાય છે. પરંતુ રસી પણ આખરે એક દવા જ છે અને ક્યારેક તેની આડ અસર પણ થઈ શકે છે. જે ખૂબ જ જૂજ કિસ્સામાં બનતુ જોવા મળે છે. આ માટે દરદીના શરીરની તાસીર પણ જવાબદાર હોઈ શકે છે. આવી જૂજ આડ અસરને લઈ ને રસીઓ ને બિન સુરક્ષિત કે નુકશાન કારક ન ગણી શકાય.

જૂજ અને માત્ર સંજોગાવશાત આપવી પડતી રસીઓ

જૂજ અને માત્ર સંજોગાવશાત આપવી પડતી રસીઓ

હડકવાની રસી


કૂતરા કરડવાથી હડકવાની રસી ઘણા વ્યક્તિઓ અને બાળકોને આપવી પડતી હોય છે. જૂના સમયમાં વપરાતી રસી ડૂંટીની આસપાસ અપાતી અને તેના ଖ14 ડોઝ અપાતા હતા આ રસી ઘણી દુઃખાવો આપતી અને તેની ઘણી આડ અસર હતી. પરંતુ હવે નવી ટેકનોલોજીથી બનાવાતી રસીઓ આ મામલે ઘણી અસરકારક અને સરળ છે વળી તેમની આડ અસરો જૂજ કે નહિવત છે. 14 ડોઝ ને સ્થાને હવે 5 ડોઝથી જ  આ રસી જરુરી રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી દે છે.
 

મેનિંગોકોકલ રસી


આ રસીનો ઉપયોગ માત્ર ખાસ કિસ્સાઓમાં જરુરી છે જેમ કે જ્યારે કોઈ જગ્યાએ મેનિંગોકોકલ મેનિંનજાઈટીસનો ચેપ મહામારી માફક ફેલાયો હોય ત્યારે કે પછી બરોળ ની ખામી ધરાવતા બાળકોમાં...
 

જાપાનિઝ એંસેફેલાયટિસ


જ્યારે કોઈ જગ્યાએ પ્રદેશમાં  જાપાનિઝ એંસેફેલાયટિસ નો ચેપ મહામારી માફક ફેલાયો હોય ત્યારે એ જગ્યાના રહેવાસી બાળકોને અથવા આ જગ્યા પર જનારા પ્રવાસીઓને આ રસી દેવી જરુરી છે. ભારતમાં આપ્રકારનું રસીકરણ 2008 અને 2009 ના વર્ષોમાં ઉત્તર પ્રદેશ અને બિહાર માં કરવામાં આવ્યુ જ્યારે ત્યાં આ રોગના ઘણા કેસ જોવા મળેલા હતા. ભારતમાં આ માટે વપરાતી રસી – પ્રકારની છે.જેની અસરકારકતા સારી જોવા મળેલ છે.
 

યેલો ફીવર રસી


યેલો ફીવર વાઈરસ દ્વારા ફેલાતો રોગ છે. દુનિયાના અમુક દેશો -આફ્રિકા અને દક્ષિણ તથા મધ્ય અમેરીકાના દેશોમાં આ જોવા મળે છે. આથી આ દેશોમાં જનારા પ્રવાસીઓ માટે આ રસીનુ રસીકરણ ફરજીયાત છે. સરકારી હોસ્પિટલોમાં આ રસીકરણ મફત અપાય છે અને માત્ર આ હોસ્પિટલોમાં આ રસીકરણ થયાનુ અધિકારીક સર્ટીફેકેશન માન્ય ગણાય છે.
 

ઈંફ્લુએન્ઝા


યાદ રાખો કે આ રસીથી સ્વાઈન ફ્લુ સામે કોઈજ રક્ષણ મળતુ નથી. આ રસી માત્ર સામાન્ય ફ્લુ ના રોગ સામે રક્ષણ આપે છે. હાલ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીકસ દ્વારા આ રસી માત્ર ખાસ સંજોગોમાં જેમને જરુરી છે એવા બાળકોને જ આપવા જણાવાયુ છે.

રસી વૈજ્ઞાનિકો

રસીઓની ઉપયોગીતા અને અનિવાર્યતા વિશે આપણે બધા જાણીએ જ છીએ. આ રહ્યા એ મહાન ડોક્ટર અને વૈજ્ઞાનિકો કે જેમના સખત પરિશ્રમના ફળ સ્વરૂપે આજનો સમાજ અને આવનારી પેઢીઓ રોગમુક્ત રહી શકી છે અને રહેશે.
advard-generએડવર્ડ જેનર - શીતળાની રસીના શોધક
louis-pasteurલુઈ પાશ્ચર - હડકવા ની રસીના શોધક
albert-calmetteઆલ્બર્ટ કામેટ - બીસીજી ની રસીના શોધક
camille-guaerin - inventor of BCG vaccineકેમીલે ગ્વારીન - બીસીજી ની રસીના શોધક
albert-sabin-inventor-of-polio-dropsઆલ્બર્ટ સાબીન - પોલિયો ટીપાના શોધક
dr-jonas-salk-inventor-of-polio-injectionજોન્સ સોક - પોલિયો ઈંજેક્શન ના શોધક
emillae-bearing-inventor-of-DPT-vaccineએમીલે બેરીંગ - ડી.પી..ટીની રસીના શોધક
dr-blumberg-inventor-of-hypatisis-B-vaccineબરુચ એસ. બ્લુમબર્ગ - હીપેટાઈટીસ બીની રસીના શોધક
dr-enderson-inventor-of-measles-vaccinesજેમ્સ એંડરસન - ઓરીની રસીના શોધક
m-hilman-invented-eight-vaccinesમોરી હીલમેન - હીબ- એમએમ.આર.- હીપેટાઈટીસ એ – અછબડા મેનિનજાઈટીસ- વિ. આઠ રસીના શોધક
professor-ian-frazer-inventor-of-HPV-vaccineઈયાન ફ્રેઝર - એચ.પી.વી. રસીના શોધક
dr-offit-inventor-of-rota-virus-vaccineપોલ ઓફ્ફીટ - રોટા વાઈરસ રસીના શોધક

મતદાર યાદી

મતદાર યાદી.

મતદાર યાદી ડાઉનલોડ. 

 1.તમારું નામ અથવા મતદાર ઓળખ નંબર એન્ટર કરો

 2. તમારો જિલ્લો પસંદ  કરો.

 3.પછી  View Family પર ક્લીક કરો, આથી તમે તમારી યાદી ની  બધીજ વિગત જોઈ શકશો.................

    હવે અહી ક્લિક કરો।............click here