Sunday, April 22, 2012

રાજય પરીક્ષા બોર્ડ ઘ્‍વારા સંચાલિત જાહેર પરીક્ષાઓ

ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ ઘ્‍વારા પ્રાથમિક, માઘ્‍યમિક અને ઉચ્‍ચ શિક્ષણની કક્ષાએ વિવિધ પરીક્ષાઓના સંચાલન માટે નવેમ્‍બર-૧૯૬૬ માં રાજય પરીક્ષા બોર્ડની સ્‍થાપના કરવામાં આવી હતી. પરીક્ષાઓના સંચાલનમાં મુશ્‍કેલીઓ નિવારવા તથા પરીક્ષાઓ સમયસર અસરકારક તથા પૂર્ણ ગોપનીયતાથી લઈ શકાય તે હેતુથી રાજય પરીક્ષા બોર્ડને શિક્ષણ વિભાગના તા. ૨૬-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંકઃ રપબ/૧૦૯૯/૧૦૮૧/ન, થી સ્‍વાયતતા આપવામાં આવેલ છે અને શિક્ષણ વિભાગના તા. ૨૪-૫-૨૦૦૦ ના ઠરાવ ક્રમાંકઃ રપબ/૧૦૯૯/૧૦૮૧/ન, થી બોર્ડના મેમોરેન્‍ડમ ઓફ એસોસીએશન (બંધારણ)ને મંજુરી આપવામાં આવેલ છે. રાજય પરીક્ષા બોર્ડ ઘ્‍વારા હાલમાં વિવિધ ર3 જાહેર પરીક્ષાઓનું સંચાલન કરવામાં આવે છે. રાજય પરીક્ષા બોર્ડનું અગત્‍યનું કાર્ય પરીક્ષા સંચાલનનાં ધોરણો અને પઘ્‍ધતિઓની ગુણવતામાં સુધારો લાવવાનું અને કામગીરીનું આધુનિકરણ કરવાનું રહયું છે.

ધો-૧૦,૧૨ પછીના અભ્‍યાસક્રમ અને સ્‍નાતક પછીના અભ્‍યાસક્રમની પરીક્ષાઓ રાજય પરીક્ષા બોર્ડ ઘ્‍વારા લેવાય છે. જે સ્‍વરોજગાર અને રોજગારીની વિપુલ તકો પુરી પાડે છે. બોર્ડ ઘ્‍વારા મુખ્‍ય વિવિધ પરીક્ષાઓની ટૂંકી વિગત નીચે પ્રમાણે છે.
પૂર્વ-પ્રાથમિક અઘ્‍યાપન પ્રમાણપત્ર પરીક્ષા
બુનિયાદી અઘ્‍યાપન પ્રિવણ પ્રમાણપત્ર પરીક્ષા (પી.ટી.સી. પરીક્ષા)
પ્રાથમિક શિષ્‍યવૃતિ પરીક્ષા
માઘ્‍યમિક શિષ્‍યવૃતિ પરીક્ષા
રાષ્‍ટ્રીય ઈન્‍ડીયન મિલીટરી કોલેજ (આર.આઈ.એમ.સી.) પ્રવેશ પરીક્ષા
રાષ્‍ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા (એન.ટી.એસ. પરીક્ષા )
એન.એમ.એમ.એસ. પરીક્ષા
પ્રાથમિક/માઘ્‍યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા
એટીડી પરીક્ષા (આર્ટ-ટીચર ડીપ્‍લોમા પરીક્ષા)
૧૦ ઉચ્‍ચકલા પરીક્ષા
૧૧ શારીરિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા (સી.પી.એડ. પરીક્ષા)
૧૨ શારીરિક શિક્ષણ ડિપ્‍લોમા પરીક્ષા (ડી.પી.એડ. પરીક્ષા)
૧૩ વ્‍યવસાયલક્ષી ડિપ્‍લોમા પરીક્ષાઓ (ગૃહવિજ્ઞાન, એકાઉન્‍ટન્‍સી બેંકીગ)
૧૪ ફિઝીયોથેરાપી પ્રમાણપત્ર પરીક્ષા
૧૫ સરકારી વાણિજય પ્રમાણપત્ર પરીક્ષા (જી.સી.સી. પરીક્ષા)
૧૬ શિક્ષણ સેવા વર્ગ- ૧,રની ખાતાકીય પરીક્ષા

No comments:

Post a Comment