ગુજરાતની વિવિધા
* ગુજરાતનું નામ શેના પરથી
પડ્યું ?
- ગુર્જર જાતિ પરથી
* ગુજરાતની પશ્ચિમમાં આવેલો
સમુદ્ર
- અરબી સમુદ્ર
* ગુજરાતમાં તમાકુની શરૂઆત
કોણે, ક્યારે કરી ?
- ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ
* ગુજરાતમાં કયા ર્મના લોકોની
વસ્તી વધારે છે ?
- હિન્દુ
* ડાંગ શબ્દનો અર્થ શું ?
- જંગલ
* નર્મદા નદી ગુજરાતમાં કયા
સ્થળે પ્રવેશે છે ?
- ચાંદોદ
* અમદાવાદની સ્થાપના કોણે, ક્યારે કરી હતી ?
- ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે
* બારડોલી સત્યાગ્રહના નેતા
કોણ હતા ?
- સરદાર વલ્લભભાઈ પટેલ
* માઉન્ટ આબુના દેલવાડા મંદિરોની
સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ?
- હઠીસિંહ મંદિર
* અમદાવાદની નજીકમાં આવેલી
અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ?
- પંદરમી સદીમાં સોલંકી યુગ
દરમિયાન
* સેવા સંસ્થાની સ્થાપના
કોણે અને ક્યારે કરી હતી ?
- ઈલાબહેન ભટ્ટે, 1972માં
* અક્ષરધામ શું છે ?
- ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ
પંથનું વડું મથક છે.
* ક્યા ઉદ્યોગને લીધે સુરત
આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે ?
- હીરા ઘસવાના ઉદ્યોગ
* ગુજરાતના ક્યા શહેરમાં
પટોળાંનું પ્રખ્યાત કાપડ વણવામાં આવે છે ?
- પાટણ
* આણંદની દૂધ ડેરી પર આધારિત
ફિલ્મનું નામ શું છે ?
- મંથન
* ભારતની ‘શ્વેત
ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ?
- ડો. વી. કુરિયન
* ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે ?
- સૌરાષ્ટ્રના દરિયાકિનારે
આવેલ અલંગમાં
* ભારતનું એક માત્ર એવું કયું
રેલવે સ્ટેશન છે જ્યાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે ?
- ભાવનગર
* ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ?
- બ્રાહ્મણ અસાઈતે પંદરમી
સદીમાં
* કયા રાજાએ સોમનાથ પર સત્તર
વાર આક્રમણ કર્યું હતું ?
- મેહમૂદ ગઝનવી
* આફ્રિકાના મૂળ વતનીઓ
ભારતમાં કયાં વસ્યા છે ?
- ગિરની તળેટીમાં
* સમ્રાટ અશોકના શિલાલેખ
સૌરાષ્ટ્રમાં કયાં મળી આવ્યા છે ?
- ગિરનાર પર્વત અને જૂનાગઢની
વચ્ચે આવેલા વિસ્તારમાં
* ‘‘વૈષ્ણવ જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા ?
- નરસિંહ મેહતા
* પોરબંદરમાં આવેલ ગાંધીજીનું
ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ?
- કીર્તિમંદિર
* જામનગરમાં કયા મંદિરમાં સતત
રામધૂન લાગે છે ?
- બાલા હનુમાન
* વિસ્તારની દ્રષ્ટિએ
ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
- કચ્છ
* ગુજરાતની પૂર્વ સરહદે કયું
રાજ્ય આવેલું છે ?
- મધ્યપ્રદેશ
* ગુજરાતનો સૌથી ઊંચો પર્વત
કયો છે ?
- ગિરનાર
* ડાંગ જિલ્લામાં આવેલું
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ?
- સાપુતારા
* ગુજરાતની વાયવ્ય સરહદે કયો
દેશ આવેલો છે ?
- પાકિસ્તાન
* ગુજરાતના ઉત્તર ભાગમાંથી
કયો વૃત પસાર થાય છે ?
- કર્કવૃત
* ગુજરાતની કાળી જમીન કયા
પાકને માફક આવે છે ?
- મગફળી અને કપાસ
* ગુજરાતની ગાયોની કઈ કઈ
ઓલાદો જાણીતી છે ?
- કાંકરેજ,ગીર અને
ડાંગી
* ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો
વધુ દૂધ આપવા માટે જાણીતી છે ?
- મહેસાણી,સુરતી
અને જાફરાબાદી
* ગુજરાતનાં કઈ કઈ જાતનાં
ઘેટાં પ્રખ્યાત છે ?
- પાટણવાડી અને મારવાડી
* ગુજરાતમાં ઉછેરાતી બકરીની
કઈ કઈ જાતો જાણીતી છે ?
- સુરતી અને ઝાલાવાડી
* ગુજરાતમાં પર્લ ઓઇસ્ટર
કયાં મળે છે ?
- જામનગર પાસેથી
* ગુજરાતના કેટલા ટકા ભાગમાં
જંગલો છે ?
- દસ ટકા
* કચ્છના નાના રણમાં કયા
જંગલી ગધેડા જોવા મળે છે ?
- ઘુડખર નામના
* ગુજરાતમાં પારસીઓની વસ્તી
મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે ?
- સુરત અને વલસાડ
* ગુજરાતમાં ખ્રિસ્તીઓની વસ્તી
મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે ?
- ખેડા અને આણંદ
* ગુજરાતના કયા વિસ્તારમાં
જૈનોનું પ્રમાણ વધુ છે ?
- ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છમાં
* ગુજરાતમાં બીડી બનાવવાનો
ઉદ્યોગ મુખ્યત્વે કયાં કયાં શહેરોમાં
વિકસ્યો છે ?
- આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ
અને પાટણ
* ગુજરાતમાંથી કયો અગત્યનો
રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં
કયા બે શહેરોને જોડે છે ?
- રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્લી અને મુંબઈને જોડે છે.
* ગુજરાતના કયા ઘઉં પ્રખ્યાત
છે ?
- ભાલ વિસ્તારમાં થતા ભાલિયા
ઘઉં (દાઉદખાની)
* ગુજરાતમાં ડાંગરનું સૌથી
વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
- વલસાડ (રાજયના કુલ ઉત્પાદનના
25 ટકા)
* ગુજરાતમાં મગફળીનું સૌથી
વધુ ઉત્પાદન કયાં થાય છે ?
- જૂનાગઢ જિલ્લામાં
* ગુજરાતમાં કપાસનું ઉત્પાદન
કયાં સૌથી વધુ થાય છે ?
- વડોદરા જિલ્લામાં (ભરૂચ
અને વડોદરા પ્રદેશનો કાનમ પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન
માટે જાણીતો છે.)
* ગુજરાતમાં તમાકુનું સૌથી
વધુ ઉત્પાદન કયાં થાય છે ?
- ખેડા જિલ્લામાં (અહીંનો
ચરોતર પ્રદેશ તમાકુના પ્રદેશ તરીકે ઓળખાય છે.)
* ગુજરાતમાં શેરડીનું વાવેતર
કયાં સૌથી વધુ થાય છે ?
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર
* ગુજરાતમાં કયા ધાન્યનું
સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે ?
- બાજરી
* ગુજરાતમાં કયો જિલ્લો સૌથી
વધુ પાકી સડકો ધરાવે છે ?
- ખેડા
* ગુજરાતમાં કયો જિલ્લો સૌથી
ઓછી પાકી સડકો ધરાવે છે ?
- ગાંધીનગર
* ગુજરાતમાં નહેરો દ્વારા
સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે ?
- ખેડા જિલ્લામાં
* ગુજરાતની નિકાસમાં અગ્રસ્થાને
શું છે ?
- સિંગખોળ અને મીઠું
* ગુજરાતમાં સૌથી સુંદર સ્મશાન
ગૃહ કયાં આવેલું છે ?
- સિદ્ધપુરમાં (મુક્તિધામ)
No comments:
Post a Comment